નૉર્થ કોરિયામાં હવે પોનીટેઇલ નહીં રખાય, રાખશો તો માથું મૂંડાવવું પડશે, ૬ મહિના જેલમાં જવું પડશે
પોની ટેઈલ
નૉર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના આદેશો તાલિબાનોના ફતવા સાથે સરખાવી શકાય એવા હોય છે. દુશ્મન દેશ એટલે કે સાઉથ કોરિયામાં જે પ્રથાઓ, રીતરિવાજો પ્રચલિત હોય એના પર કિમ જોંગ પ્રતિબંધ મૂકી દે છે. પ્રતિબંધની લાંબી યાદીમાં હવે પોનીટેઇલનો પણ સમાવેશ થયો છે. હવેથી ઉત્તર કોરિયામાં કોઈ પોનીટેઇલ નહીં રાખી શકે અને જો રાખશે તો માથું મૂંડી દેવામાં આવશે અને ૬ મહિના સુધી જેલમાં રહેવું પડશે. કિમ જોંગને સાઉથ કોરિયા સાથે કટ્ટર દુશ્મની છે એ તો જગજાહેર છે. દક્ષિણમાં જે પ્રચલિત હોય એના પર ઉત્તરમાં પ્રતિબંધ મૂકીને કિમ જોંગ દુશ્મની કાઢે છે. અત્યાર સુધીમાં કોરિયામાં જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. વાળ રંગવા, લાંબા વાળ રાખવા, ઇસ્ત્રીટાઇટ ટ્રાઉઝર પહેરવા, શોલ્ડર બૅગ રાખવા, ડ્રેસ અને બ્લાઉઝ પર
અર્ધ-પારદર્શક બાંય રાખવા પર પણ પ્રતિબંધ છે.

