ચેસ્ટ પર દબાણ આવતાં એનું હાર્ટ જાણે ફરીથી કામ કરતું થઈ ગયું હોય એવું લાગ્યું હતું, કેમ કે થોડી જ ક્ષણોમાં મેના હવામાં ઊડી ગઈ હતી.
મેનાને CPR આપીને જીવ બચાવી લીધો આ ભાઈએ
કેરલાના મલપ્પુરમમાં એક મેના જમીન પર બેભાન થઈને પડી હતી ત્યારે એક સ્થાનિક માણસને રોડની કિનારે પડેલું આ પંખી જોવા મળ્યું હતું. શાજીર નામના આ ભાઈએ તરત જ મેનાની છાતી પર પ્રેશર આપીને તેને લાઇફ સેવિંગ કાડિયોવૅસ્કયુલર પલ્મનરી રિસસાઇટેશન (CPR) થેરપી આપી હતી. ચેસ્ટ પર દબાણ આવતાં એનું હાર્ટ જાણે ફરીથી કામ કરતું થઈ ગયું હોય એવું લાગ્યું હતું, કેમ કે થોડી જ ક્ષણોમાં મેના હવામાં ઊડી ગઈ હતી.

