કેરલાના થ્રિસુરની એક સ્કૂલના વિદ્યાર્થીઓ સ્ટડી ટૂર માટે મુન્નાર ગયા હતા. ઇડુક્કીમાં હોટેલમાં જમ્યા પછી ૧૦ છોકરાને ગાંજો પીવો હતો. એ લોકો પાસે ગાંજો ભરેલી બીડી હતી, પણ માચીસ નહોતી.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
કેરલાના થ્રિસુરની એક સ્કૂલના વિદ્યાર્થીઓ સ્ટડી ટૂર માટે મુન્નાર ગયા હતા. ઇડુક્કીમાં હોટેલમાં જમ્યા પછી ૧૦ છોકરાને ગાંજો પીવો હતો. એ લોકો પાસે ગાંજો ભરેલી બીડી હતી, પણ માચીસ નહોતી. છોકરાઓએ આસપાસ નજર કરી તો એક જગ્યાએ ઘણીબધી ગાડીઓ જોવા મળી. એ જગ્યાને વર્કશૉપ સમજીને છોકરાઓ માચીસ માગવા અંદર પહોંચી ગયા, પણ ત્યાં જઈને બધાને યુનિફૉર્મમાં જોઈને ખબર પડી કે આ કોઈ વર્કશૉપ નથી, પણ ઍન્ટિ-નાર્કોટિક્સ સેલની ઑફિસ છે. આંગણામાં પડેલી કાર ગુનામાં જપ્ત કરેલી હતી અને છોકરાઓએ બોર્ડ વાંચવાની તસ્દી પણ નહોતી લીધી એમાં તેઓ પકડાઈ ગયા. સગીર વિદ્યાર્થીઓએ અધિકારીઓને કહ્યું કે ખિસ્સાખર્ચીના રૂપિયા ભેગા કરીને પેડલર પાસેથી ગાંજો ખરીદ્યો હતો. તલાશી લીધી ત્યારે બે સગીર વિદ્યાર્થી પાસેથી પાંચ ગ્રામ મારીજુઆના અને એક ગ્રામ હશીશ ઑઇલ મળ્યું હતું. બન્ને સામે કાયદાકીય રીતે કેસ નોંધાયો છે અને બન્નેનાં માતાપિતાને બોલાવીને સોંપ્યાં હતાં. હવે, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કેસ ચાલશે.