કેરલાના પ્રથમ થ્રી-ડી પ્રિન્ટેડ ઘરનું તાજેતરમાં ઉદ્ઘાટન થયું હતું
What`s-up!
થ્રી-ડી પ્રિન્ટેડ ઘર
હવે એ દિવસો દૂર નથી કે જેમાં ઘરો બનાવવા માટે મહિનાઓ અને વર્ષોની રાહ જોવી નહીં પડે. અત્યાધુનિક ડિઝાઇનને બહુ જ સરળ રીતે થ્રી-ડી પ્રિન્ટરની મદદથી ઓછા ખર્ચે બાંધી શકાય એવાં થ્રી-ડી પ્રિન્ટેડ ઘરો હવે હકીકત બની રહ્યાં છે. કેરલાના પ્રથમ થ્રી-ડી પ્રિન્ટેડ ઘરનું તાજેતરમાં ઉદ્ઘાટન થયું હતું. ૩૮૦ ચોરસ ફીટનું એક રૂમનું માળખું, જેનું નામ ‘અમેઝ ૨૮’ છે. બાંધકામ ઝડપી અને મુશ્કેલીમુક્ત હતું અને હૉલનું બાંધકામ પૂર્ણ કરવામાં
૨૮ દિવસનો સમય લાગ્યો હતો જ્યારે થ્રી-ડી વૉલ પ્રિન્ટિંગને પૂર્ણ કરવામાં બે દિવસનો સમય લાગ્યો હતો. સ્ટેટ મૅન્યુફૅક્ચરિંગ સેન્ટર પીટીપી નગર, તિરુવનંતપુરમમાં આવેલું છે. આ ઇમારતનું ઉદ્ઘાટન મહેસૂલ અને આવાસ મંત્રી કે રાજન દ્વારા કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આઇઆઇટી-મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત ચેન્નઈસ્થિત સ્ટાર્ટઅપ ત્વાસ્તાએ આ પ્રોજેક્ટ કર્યો હતો. ત્વાસ્તાના પાર્ટનરનું કહેવું છે આ ટેક્નૉલૉજીથી વેસ્ટેજ ઘટે છે અને કન્સ્ટ્રક્શનનો સમય ડ્રાસ્ટિકલી ઘટી જાય છે. ૧૫૦૦-૧૬૦૦ સ્ક્વેર ફીટનો બંગલો આ ટેક્નિકથી જસ્ટ બે-અઢી મહિનામાં તૈયાર થઈ જઈ શકે છે.