મંદિર પાસે ખૂબ પાણી ભરાઈ ગયાં હોવાથી અંદર કોઈ જઈ શકે એવી સ્થિતિ નહોતી.
૭૩ વર્ષના કાકા ગલૂડિયાંને બચાવવા માટે પૂરનાં પાણીમાં કૂદ્યા
કેરલાના અલુવા મહાદેવ મંદિર પાસે ભરાયેલાં કમર સમાણાં પાણીમાંથી કેટલાંક ગલૂડિયાંઓને બચાવવા માટે મધુ નામના ૭૩ વર્ષના કાકાએ પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. મંદિર પાસે ખૂબ પાણી ભરાઈ ગયાં હોવાથી અંદર કોઈ જઈ શકે એવી સ્થિતિ નહોતી. એવા સમયે ૭૩ વર્ષના બુઝુર્ગ કમર સુધીનાં પાણીમાં ચાલીને મંદિર સુધી ગયા અને હાથમાં ત્રણ ગલૂડિયાં ઊંચકીને ફરી પાછા એટલું ચાલીને બહાર આવ્યા હતા. નવાઈની વાત એ હતી કે કાકાની પોતાની ચાલ એકદમ ડગુમગુ હતી છતાં તેમણે આ જોખમ લીધું હતું.

