Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એકસમાન દેખાતી ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યાં

એકસમાન દેખાતી ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યાં

06 February, 2023 12:19 PM IST | Nairobi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોસ્પેલ મ્યુઝિકમાં કારકિર્દી ધરાવનાર કેટ, ઈવ અને મૅરી નામની આ ત્રણે બહેનોએ કેન્યામાં સ્ટીવો નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે.

એકસમાન દેખાતી ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યાં

Offbeat News

એકસમાન દેખાતી ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યાં


આજના જમાનામાં બહુપત્નીત્વ કોઈ નવી વાત નથી, પરંતુ ત્રણ બહેનો એક જ પુરુષ સાથે લગ્ન કરે એ ચોક્કસ વિચિત્ર છે. કેન્યામાં થયેલા એક વિચિત્ર બનાવમાં એકસરખી દેખાતી ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યાં હતાં. 


ગોસ્પેલ મ્યુઝિકમાં કારકિર્દી ધરાવનાર કેટ, ઈવ અને મૅરી નામની આ ત્રણે બહેનોએ કેન્યામાં સ્ટીવો નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે. આ અસામાન્ય સંબંધની શરૂઆત કેટ અને સ્ટીવો મળ્યા બાદથી શરૂ થઈ હતી. કેટને મળ્યા બાદ તે તેની બંને બહેનોને પણ મળ્યો હતો. ત્રણે બહેનોને મળ્યા બાદ સ્ટીવોએ પોતાની લાગણીને વાચા આપી કહ્યું હતું કે તેને એમ લાગી રહ્યું છે કે તે એક મહિલા માટે નથી બન્યો, તેણે ત્રણે બહેનો સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 



જન્મથી જ બહુપત્નીત્વ હોવાનો દાવો કરતાં સ્ટીવોએ કહ્યું હતું કે ત્રણ બહેનોને સમાન માન અને હક આપી સંભાળવી તેના માટે મોટી વાત નથી. સ્ટીવોએ તેનું કડક ટાઇમટેબલ સમજાવતાં કહ્યું હતું કે તે સોમવાર મૅરી માટે, મંગળવાર કેટ માટે અને બુધવાર ઈવ માટે ફાળવશે. જોકે તેના આ ટાઇમટેબલ સામે ત્રણે બહેનોએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમના પરિવારમાં હવે અન્ય કોઈ સ્ત્રીને પ્રવેશ નહીં કરવા દે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2023 12:19 PM IST | Nairobi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK