Kareena Kapoor`s dietician on Nikhil Kamath: રુજુતા દિવેકરે નિખિલ કામથની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે "અમીર છોકરાઓની સલાહ માનવી નહીં" અને ઘરનું ખાવાનું વધુ આરોગ્યપ્રદ અને સંબંધોને મજબૂત બનાવનાર ગણાવ્યું.
નિખિલ કામથ અને રુજુતા દિવેકર (સૌજન્ય: સોશિયલ મીડિયા)
કી હાઇલાઇટ્સ
- "અમીર છોકરાઓની સલાહ માનવી નહીં" રુજુતા દિવેકરનો નિખિલ કામથ પર વળતો પ્રહાર
- ઘરેલું ભોજન માત્ર આરોગ્ય માટે નહીં, પરંતુ પ્રેમ અને વિશ્વાસ વધારવા માટે પણ જરૂરી!
- સિંગાપોરની ફૂડ હેબિટ પર કામથની ટિપ્પણી પછી સોશિયલ મીડિયામાં ચર્ચા!
કરીના કપૂરની ડાયટિશન રુજુતા દિવેકરે તાજેતરમાં ઝેરોધાના ફાઉન્ડર નિખિલ કામથની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. નિખિલનું કહેવું હતું કે સિંગાપોરમાં કોઈ ઘરે રાંધતું નથી અને બધા બહાર જ જમે છે. તેણે પછી નિષ્કર્ષ કાઢ્યો કે જો આવી સંસ્કૃતિ ભારતમાં આવશે, તો રેસ્ટૉરન્ટના માલિકોની ચાંદી-ચાંદી થઈ જશે.



