રેલવેએ પોસ્ટ કરેલા ફોટોમાં ભૂરા તેમ જ નારંગી રંગની વંદે ભારત ટ્રેન કેરલાના વેલ્લયીલ સ્ટેશનેથી પસાર થાય છે
Offbeat
કેરલાથી પસાર થતી વંદે ભારતનો ફોટો
રેલવે મિનિસ્ટ્રી ઘણી વખત સમગ્ર દેશમાં ફેલાયેલા પોતાના નેટવર્કનાં સુંદર સ્ટેશનો, કુદરતના અદ્ભુત નઝારા વચ્ચેથી પસાર થતી ટ્રેનોના ફોટો સોશ્યલ મીડિયામાં મૂકે છે. આ વખતે બે ફોટો શૅર કર્યા છે, જેમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કેરલામાંથી પસાર થાય છે ત્યારે ‘સો બ્યુટિફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઇક અ વાઉ...’ જેવા વાઇરલ શબ્દોનો ઉપયોગ કર્યો છે. રેલવેએ પોસ્ટ કરેલા ફોટોમાં ભૂરા તેમ જ નારંગી રંગની વંદે ભારત ટ્રેન કેરલાના વેલ્લયીલ સ્ટેશનેથી પસાર થાય છે. આ સ્ટેશન તિરુઅનંતપુરમ નજીક છે. ૨૪ સપ્ટેમ્બરે કેરલામાં બીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ હતી. એ દિવસે વડા પ્રધાને દેશભરમાં કુલ ૯ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.