જોકે કોઈ અસર ન થતાં પોતાની કારમાં હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યારે મોડું થઈ ચૂક્યું હતું.
અજબ ગજબ
ચાલુ કોર્ટે વકીલને અટૅક આવ્યો, જજે CPR આપ્યું
નાગપુરની જિલ્લા અદાલતમાં જજ એસ. બી. પવારની કોર્ટમાં શનિવારે કેસ ચાલતો હતો. ૬૫ વર્ષના વકીલ તલત ઇકબાલ કુરેશી દલીલ કરી રહ્યા હતા અને અચાનક તેમની તબિયત લથડી અને તેઓ જમીન પર ફસડાઈ પડ્યા. એ જોઈને જજ પવાર દોડી આવ્યા અને કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. જોકે કોઈ અસર ન થતાં પોતાની કારમાં હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યારે મોડું થઈ ચૂક્યું હતું. વકીલ કુરેશીએ ઍસિડિટી થઈ હશે એવું માનીને ઈનો પીધો હતો, પરંતુ એ અટૅક હતો એવી ખબર હોત તો તેઓ કદાચ બચી શક્યા હોત.