તાજેતરમાં તેણે બૅન્ગલોરના ટૅક્સી-ડ્રાઇવરનો આભાર માન્યો હતો
જૉન્ટી ર્હોડ્સ
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર જૉન્ટી ર્હોડ્સ ઘણો લાંબો સમય ભારતમાં વિતાવે છે. તાજેતરમાં તેણે બૅન્ગલોરના ટૅક્સી-ડ્રાઇવરનો આભાર માન્યો હતો, જેણે આપેલી સૂચનાને માનીને તેણે બૅન્ગલોરના કુખ્યાત ટ્રાફિકમાં ફસાતાં પહેલાં એક નાનકડી રેસ્ટોરાંમાં નાસ્તો કર્યો હતો. ત્યાં તેણે મેદુવડાં, મસાલા ઢોસા અને મસાલા ચાનો આસ્વાદ માણ્યો હતો. લોકોએ આ ફોટોને ઘણો લાઇક કર્યો હતો. એક યુઝરે કહ્યું કે સારો કૅચ, મિસ્ટર ર્હોડ્સ. ગયા મહિને ર્હોડ્સે ગોવામાં મોટરબાઇક ચલાવતો ફોટો પણ શૅર કર્યો હતો. તેણે ગોવામાં સતત અઢી કલાક સુધી બાઇક ચલાવી હતી.

