લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે મજાક-મજાકમાં મિત્રને આપેલી કંકોતરી સોશ્યલ મીડિયામાં એટલી વાઇરલ થઈ કે પરિવારે એ ડિલીટ કરી દેવી પડી
અજબગજબ
કંકોતરી
લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે મજાક-મજાકમાં મિત્રને આપેલી કંકોતરી સોશ્યલ મીડિયામાં એટલી વાઇરલ થઈ કે પરિવારે એ ડિલીટ કરી દેવી પડી. ઝારખંડના ગોડ્ડા જિલ્લાના હનવારામાં લક્ષ્મણ ગોસ્વામી નામના શિક્ષકને એક અજીબ કંકોતરી મળી. આ શિક્ષક ટ્યુશન કરાવે છે અને તેમના કોઈ સ્ટુડન્ટે જ ટીચર સાથે મજાક કરવા માટે નિમંત્રણ-કાર્ડમાં ‘સપરિવાર’ને બદલે લખી નાખ્યું, ‘પડોસન કે સાથ આએં, અન્યથા ના આએં, ધન્યવાદ.’ આવી અતરંગી કંકોતરી મળી એટલે લક્ષ્મણ ગોસ્વામીએ એની તસવીર લઈને સોશ્યલ મીડિયામાં શૅર કરીને કૅપ્શન આપી, ‘જ્યારથી આ આમંત્રણ મળ્યું છે ત્યારથી ૧૦ વાર પાડોશણના ઘરે ચક્કર લગાવી ચૂક્યો છું.’