પાંચ વર્ષ પહેલાં પહેલી પત્નીથી છૂટાછેડા લીધા બાદ હવે વિશ્વના ત્રીજા નંબરના સૌથી ધનાઢ્ય અને ઍમૅઝૉનના ફાઉન્ડર જેફ બેઝોસ બીજાં લગ્ન કરવાના છે.
અજબગજબ
જેફ બેઝોસ અને ફિયાન્સે લૉરેન સાન્ચેઝ
પાંચ વર્ષ પહેલાં પહેલી પત્નીથી છૂટાછેડા લીધા બાદ હવે વિશ્વના ત્રીજા નંબરના સૌથી ધનાઢ્ય અને ઍમૅઝૉનના ફાઉન્ડર જેફ બેઝોસ બીજાં લગ્ન કરવાના છે. તેમની ફિયાન્સે લૉરેન સાન્ચેઝ સાથે કોલોરાડોની એક લક્ઝરી રિટ્રીટમાં ૨૮ ડિસેમ્બરે લગ્ન કરવાના છે. જેફ અને લૉરેને ગયા વર્ષે મે મહિનામાં એન્ગેજમેન્ટ કર્યા હતા અને હવે ૨૬થી ૨૮ ડિસેમ્બર દરમ્યાન તેમનાં લગ્નનું લૅવિશ સેલિબ્રેશન થશે. આ સેલિબ્રેશનની થીમ છે વિન્ટર વન્ડરલૅન્ડ. ૧૬૦ એકરમાં ફેલાયેલા કેવિન કૉસ્ટનર નામના લક્ઝુરિયસ રિટ્રીટ ફાર્મમાં વિશ્વભરના અબજોપતિઓ અને સેલિબ્રિટીઝનો મેળાવડો અહીં જામશે. મૅરેજની સેરિમની ૨૮ ડિસેમ્બરે થશે. ત્રણ દિવસના આ સેલિબ્રેશન પાછળ અંદાજે ૬૦૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૫૦૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.