ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને ઑસ્કર અવૉર્ડ મળ્યા બાદ લોકો એની પાછળ ઘેલા થયા છે
જૅપનીઝ લેડીએ પુત્ર માટે ‘RRR’ બેઝ્ડ સ્ટોરીબુક ડિઝાઇન કરી
ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી દિગ્દર્શિત અને રામચરણ તથા એનટીઆર જુનિયર અભિનીત ‘RRR’ ફિલ્મે સમગ્ર વિશ્વને ઘેલું લગાડ્યું છે અને એમાં પણ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને ઑસ્કર અવૉર્ડ મળ્યા બાદ લોકો એની પાછળ ઘેલા થયા છે. સોશ્યલ મીડિયા પર પણ ‘નાટુ નાટુ’નો ખુમાર છવાયો છે. દરમ્યાન જપાનમાં એક લેડીએ તેના સાત વર્ષના બાળકને ફિલ્મ સમજાવવા માટે ‘RRR’ આધારિત સ્ટોરીબુક ડિઝાઇન કરી છે, જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. તેનું કહેવું છે કે સબટાઇટલ સાથે ફિલ્મ જોઈને સ્ટોરી સમજવા માટે તે હજી ઘણો નાનો હોવાથી મેં આ કીમિયો અજમાવ્યો છે. લગભગ બે મહિના પહેલાં વાઇરલ થયેલા સ્ટોરીબુકના આ વિડિયોને અત્યાર સુધી ૫.૯ લાખ લાઇક્સ મળી છે.

