જપાનની શિકોકુ બૅન્કે કર્મચારીઓ પાસે વિચિત્ર પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવી છે અને પ્રતિજ્ઞાપત્ર પર કર્મચારીના લોહીથી સહી પણ કરાવડાવી છે.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
જપાનની શિકોકુ બૅન્કે કર્મચારીઓ પાસે વિચિત્ર પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવી છે અને પ્રતિજ્ઞાપત્ર પર કર્મચારીના લોહીથી સહી પણ કરાવડાવી છે. બૅન્કના અધિકારીઓએ આપેલા પ્રતિજ્ઞાપત્રમાં લખ્યું છે કે ‘આ બૅન્કમાં કામ કરતી કોઈ પણ વ્યક્તિએ બૅન્કમાંથી પૈસા ચોર્યા હશે કે બીજા પાસે ચોરી કરાવી હશે તો એ વ્યક્તિએ પોતાની સંપત્તિમાંથી એ રકમ ચૂકવવી પડશે અને પછી એ વ્યક્તિ આત્મહત્યા કરી લેશે.’ બૅન્કની વેબસાઇટ પ્રમાણે ૨૩ કર્મચારીઓએ આ પ્રતિજ્ઞાપત્ર પર લોહીથી સહી કરી છે. બૅન્કના કહેવા પ્રમાણે આ પ્રતિજ્ઞા એ માત્ર બૅન્ક-કર્મચારી તરીકે જ નહીં પણ સમાજના સભ્ય તરીકે પણ નૈતિકતા અને જવાબદારીની ભાવના જગાડે છે.