ટોક્યો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક પ્રોટોટાઇપ ડેવલપ કરવા માટે માનવપેશીઓની રચનાને ધ્યાનમાં રાખીને રોબોના ચહેરા પર જીવંત ત્વચા બેસાડી હતી.
લાઇફમસાલા
વૈજ્ઞાનિકોએ રોબોના ચહેરા પર સ્મિત લાવવા હ્યુમન સ્કિન સેલ્સનો ઉપયોગ કર્યો
વ્યક્તિના ચહેરા પર જ્યારે કોઈ એક્સપ્રેશન ન હોય ત્યારે તેને રમૂજમાં રોબો કહેવામાં આવે છે. જપાનના વૈજ્ઞાનિકો આ વાતને ખોટી સાબિત કરી રહ્યા છે. તેઓ એવો રોબો બનાવી રહ્યા છે જે સ્મિત કરી શકે છે અને જુદા-જુદા એક્સપ્રેશન આપે છે. ટોક્યો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક પ્રોટોટાઇપ ડેવલપ કરવા માટે માનવપેશીઓની રચનાને ધ્યાનમાં રાખીને રોબોના ચહેરા પર જીવંત ત્વચા બેસાડી હતી. હાલ આ હ્યુમનૉઇડ રોબો માણસના ચહેરા કરતાં કોઈ કૅન્ડી જેવો વધારે લાગે છે. રોબોમાં માનવની ત્વચાને એકીકૃત કરવા માટે વૈજ્ઞાનિકોએ હ્યુમન સ્કિનના નૅચરલ ઍન્કરિંગ મેકૅનિઝમની નકલ કરી હતી. રોબોની હિલચાલ દરમ્યાન આર્ટિફિશ્યલ સ્કિનને નુકસાન ન થાય એ માટે તેમણે રોબોના સ્ટ્રક્ચરમાં નાનાં છિદ્રો પાડીને એમાં કૉલેજન જેલ ભરી હતી. આ જેલના કારણે રોબોની ત્વચા પણ હ્યુમન સ્કિન લિગામેન્ટ સ્ટ્રક્ચરની જેમ કામ કરશે. વૈજ્ઞાનિકો માટે હવે પડકાર એ છે કે માનવની જેમ એક્સપ્રેશન લાવવા માટે રોબોની અંદર સ્નાયુઓને પણ એકત્રિત કરવા પડશે.