ડબામાં પ્રવેશો તો સીટો પણ પોકબોલ્સથી શણગારેલી છે. બારીઓ પર પોકેમોન સ્ટેન્સિલ છે. ટ્રેનમાં પીળા રંગની એક કૅબિન પણ છે, જે પિકાચુ વિવિધ સૉફ્ટ ટૉયથી ભરેલી છે.
પિકાચુ થીમ પર આધારિત સ્પેશ્યલ ટ્રેન
નાના હતા ત્યારે સ્કૂલથી ઘરે પહોંચીને પોકેમોનનો નવો એપિસોડ જોવા માટે ટીવી શરૂ કરવું એ ઘણા લોકો માટે નિત્યક્રમ હતો. મોટા થયા છતાં ઍશકેચમ અને પોકેમોનના મિત્રોને હજી પણ સહેલાઈથી ઓળખી શકીએ છીએ.
ADVERTISEMENT
જપાનમાં આ પિકાચુની થીમ પર આધારિત ટ્રેન પણ દોડે છે. તાજેતરમાં ટ્રાવેલ-બ્લૉગર બિલી બિહલે દ્વારા પિકાચુ થીમ પર આધારિત ટ્રેનનો વિડિયો વાઇરલ થયો છે.
પીળા રંગની ટ્રેન ઇચિનોસેકીથી કેસેનનુમા સુધી દોડે છે. આ માત્ર ટ્રેન જ નથી. સ્ટેશન પણ પોકેમોનના થીમ પર આધારિત છે.
ડબામાં પ્રવેશો તો સીટો પણ પોકબોલ્સથી શણગારેલી છે. બારીઓ પર પોકેમોન સ્ટેન્સિલ છે. ટ્રેનમાં પીળા રંગની એક કૅબિન પણ છે, જે પિકાચુ વિવિધ સૉફ્ટ ટૉયથી ભરેલી છે. પોકેમોનના પ્રેમીઓ માટે આ એક અવિસ્મરણીય અનુભવ છે.

