મગજમારી થતા પિતાએ ખભે ઊંચકેલા દીકરાને જ હથિયાર તરીકે ફેંક્યો
મગજમારી થતા પિતાએ ખભે ઊંચકેલા દીકરાને જ હથિયાર તરીકે ફેંક્યો
જપાનના યોકોહામામાં મંગળવારે બેઝબૉલની ગેમ ચાલી રહી હતી ત્યારે બે અલગ-અલગ ટીમના ચાહકો વચ્ચે તડાફડી થઈ ગઈ. ચાલુ ગેમમાં બે વિરોધી ટીમના ચાહકો વચ્ચે નાની મોટી તકરારો થવી તો આમ વાત છે, પરંતુ યોકોહામાના ગ્રાઉન્ડમાં જે થયું એ ઘૃણાસ્પદ હતું. બે વિરોધી ટીમો વચ્ચે થયેલી બોલાચાલી પછી સિક્યૉરિટી ગાર્ડ એક માણસને ત્યાંથી બહાર લઈ જઈ રહ્યો હતો જેથી મામલો શાંત પડે. એ માણસના ખભે ત્રણેક વર્ષનો દીકરો ઊંચકેલો હતો અને સિક્યૉરિટી ગાર્ડ તેને ગ્રાઉન્ડની બહાર લઈ જઈ રહ્યો હતો. એ જ વખતે વિરોધી ટીમના કોઈ પ્રેક્ષકે ફરી કમેન્ટ કરી. એનાથી ગુસ્સે થઈ ગયેલા પેલા માણસે હાથમાં ઊંચકેલા દીકરાને જ હથિયારની જેમ પેલા માણસના માથે ફેંક્યો. દીકરાનું ધ્યાન એ તરફ હતું નહીં એટલે પિતાએ દીકરાના પગ ખેંચીને માથાભારે બીજા પ્રેક્ષકના માથે ફેંક્યો હતો.
આ પણ વાંચો : બિયરના ખાલી કૅનમાંથી કારથી લઈને પ્લેન જેવાં રમકડાં બનાવે છે આ ભાઈ
ADVERTISEMENT
જોકે સામેવાળાએ બચવા માટે હાથ ઊંચો કરીને બચાવ કરતાં બાળક અને પેલો માણસ બન્ને બચી ગયા હતા. મામલો વધુ બીચકે અને બાળકની હાલત વધુ ખરાબ થાય એ પહેલાં સિક્યૉરિટી ગાર્ડ બાપ-બેટાને ગ્રાઉન્ડની બહાર ખેંચી લઈ ગયો હતો.