નવતર પ્રયોગ કરવા માટે જાણીતા જપાને આ વખતે વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ બનાવ્યો છે. જપાની વિજ્ઞાનીઓએ બનાવેલા માત્ર ૪ ઇંચના લાકડાના ઉપગ્રહ લિગ્નોસૅટને સ્પેસએક્સના રૉકેટથી અવકાશમાં મોકલવામાં આવ્યો છે
અજબગજબ
માત્ર ૪ ઇંચના લાકડાના ઉપગ્રહ લિગ્નોસૅટને સ્પેસએક્સના રૉકેટથી અવકાશમાં મોકલવામાં આવ્યો
નવતર પ્રયોગ કરવા માટે જાણીતા જપાને આ વખતે વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ બનાવ્યો છે. જપાની વિજ્ઞાનીઓએ બનાવેલા માત્ર ૪ ઇંચના લાકડાના ઉપગ્રહ લિગ્નોસૅટને સ્પેસએક્સના રૉકેટથી અવકાશમાં મોકલવામાં આવ્યો છે. અંતરિક્ષમાં લાકડાનો ઉપયોગ થઈ શકે કે નહીં એ ચકાસવા માટે ક્યોટો યુનિવર્સિટીના સંશોધકો અને મકાનો બનાવતી કંપની સુમિટોમો ફૉરેસ્ટ્રીની સંયુક્ત ટીમે લાકડાનો ઉપગ્રહ બનાવ્યો છે. લાકડાને લેટિન ભાષામાં લિગ્નોસૅટ કહેવાય છે એટલે લાકડાના ઉપગ્રહનું નામ પણ એ જ રાખવામાં આવ્યું છે. આગામી સપ્તાહોમાં એને ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં છોડી દેવામાં આવશે અને ત્યાં એ ૬ મહિના રહેશે. ISSમાં રહીને લિગ્નોસૅટ અંતરિક્ષમાં કેટલું ટકી શકે છે એની ચકાસણી થશે. જોકે વનવિજ્ઞાનના પ્રોફેસર કોઝી મુરાતાએ કહ્યું કે અંતરિક્ષમાં લાકડું સડે કે એને આગ લાગે એવું કાંઈ જ નથી હોતું એટલે અંતરિક્ષમાં લાકડું વધુ સારી રીતે કામ કરી શકે છે.