અપશુકનિયાળ બિલાડી બ્લૅક મૅજિક માટે વપરાતી હોવાથી જપાનમાં બૅકેનેકો નામનો સુપરનૅચરલ ફેસ્ટિવલ યોજાય ત્યારે જાહેર રસ્તાથી લઈને રેસ્ટોરાં સહિત અનેક સ્થળોએ લોકો બિલાડી જેવા કૉસ્ચ્યુમ પહેરીને નીકળી પડે છે
અજબગજબ
જપાનમાં કૅટ ફેસ્ટિવલ
હૅલોવીન ફેસ્ટિવલ શરૂ થાય એ પહેલાં જપાનમાં કૅટ ફેસ્ટિવલ થાય છે. અપશુકનિયાળ બિલાડી બ્લૅક મૅજિક માટે વપરાતી હોવાથી જપાનમાં બૅકેનેકો નામનો સુપરનૅચરલ ફેસ્ટિવલ યોજાય ત્યારે જાહેર રસ્તાથી લઈને રેસ્ટોરાં સહિત અનેક સ્થળોએ લોકો બિલાડી જેવા કૉસ્ચ્યુમ પહેરીને નીકળી પડે છે. કૅટ-લવર્સ પોતાની બિલાડીને ડરામણી રીતે સજાવીને રસ્તા પર વૉક માટે ફેરવતા હોય છે.
રેસ્ટોરાંએ વિમેન્સ સ્પેશ્યલ મેનુ બહાર પાડ્યું: લિસ્ટમાં ‘કુછ ભી’થી લઈને ‘ઍઝ યુ વિશ’ જેવી વાનગીઓ છે
ADVERTISEMENT
જમવાનું શું બનાવવું એની મૂંઝવણ માટે પતિ-પત્ની વચ્ચેના કેટલાક ડાયલૉગ બહુ કૉમન છે. જોકે આ કૉમન ડાયલૉગ્સનો ઉપયોગ કરીને બનેલું એક રેસ્ટોરાંનું મેનુ સોશ્યલ મીડિયા પર જબરું ચર્ચામાં છે. એક વિડિયોમાં ‘ઉમદા’ઝ વિમેન સ્પેશ્યલ સેક્શન સાથે આઇટમ્સ અને એની પ્રાઇસ સાથેનું લિસ્ટ લખેલું છે. એમાં કુછ નહીં - ૨૨૦ રૂપિયા, કુછ ભી – ૨૪૦ રૂપિયા, ઍઝ યુ વિશ – ૨૬૦ રૂપિયા, નહીં તુમ બોલો – ૨૮૦ રૂપિયા અને નહીં-નહીં તુમ બોલો – ૩૦૦ રૂપિયામાં મળે છે.
હેં!?
ઇંગ્લૅન્ડના બાથ શહેરમાં સેમી મેઇ નામની એક મહિલા શૉપિંગ કરવા ગઈ ત્યારે એક રૅક પરથી મોટો કૉલીફ્લાવરનો દડો તેના માથે પડતાં તે બેભાન થઈને પડી ગઈ હતી. ભાનમાં આવી ત્યારથી તેને માથામાં દુખાવો અને ઊલટી થયા કરતી હોવાથી ગ્રોસરી સ્ટોર પાસેથી વળતર મેળવવાનો દાવો કર્યો છે.