ક્રેનની મદદથી આ કામ થયું અને સવારે ૫.૪૫ વાગ્યે પહેલી ટ્રેન આવી ત્યારે નવું સ્ટેશન વર્કિંગ કન્ડિશનમાં તૈયાર હતું.
3D પ્રિન્ટેડ રેલવે-સ્ટેશન તૈયાર કરી નાખ્યું છે.
સેરેન્ડિક્સ નામની એક કન્સ્ટ્રક્શન કંપનીએ જપાનમાં રાતની છેલ્લી ટ્રેન નીકળી અને સવારે પહેલી ટ્રેન આવી એ ગાળા દરમ્યાન એક આખું નવું જ 3D પ્રિન્ટેડ રેલવે-સ્ટેશન તૈયાર કરી નાખ્યું છે. જપાનના હત્સુશિમા રેલવે-સ્ટેશન પર આ ઘટના બની હતી. છ કલાકથી પણ ઓછા કલાકમાં હત્સુશિમા સ્ટેશન પર પ્રિન્ટરની મદદથી આખું રેલવે-સ્ટેશન બન્યું હોય એવી આ પહેલી ઘટના છે. આ સ્ટેશન પર લગભગ ૫૩૦ યાત્રીઓને સર્વિસ આપવામાં આવે છે.
ADVERTISEMENT
કલાકમાં એકથી ત્રણ વાર અહીંથી ટ્રેન પસાર થાય છે અને સિંગલ લાઇન વપરાય છે. શાંત સમુદ્રતટીય આ શહેરની વસ્તી જસ્ટ ૨૫,૦૦૦ની છે. નવું બનેલું રેલવે-સ્ટેશન ૧૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે. જો પારંપરિક રીતે અહીં સ્ટેશન બનાવવામાં આવ્યું હોત તો લગભગ બે મહિનાથી વધુનો સમય અને બમણાથી વધુ ખર્ચ થયો હોત. એને બદલે રાતે ૧૧.૫૭ વાગ્યે છેલ્લી ટ્રેન નીકળ્યા પછી પહેલેથી જ ઢાંચા મુજબ તૈયાર 3D બ્લૉક્સને ગોઠવવાનું કામ શરૂ કર્યું હતું. ક્રેનની મદદથી આ કામ થયું અને સવારે ૫.૪૫ વાગ્યે પહેલી ટ્રેન આવી ત્યારે નવું સ્ટેશન વર્કિંગ કન્ડિશનમાં તૈયાર હતું.

