ઍરલાઇન સ્ટાફને ગુરુવારે મોડી રાતે જાણવા મળ્યું કે પૅસેન્જર લિસ્ટમાં સુમો કુસ્તીબાજનો સમાવેશ થયો છે, જેનું વજન સરેરાશ ૧૨૦ કિલો જેટલું હોવાનો અંદાજ છે, જે ઍરક્રાફ્ટની ૭૦ કિલો ઍવરેજ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે
Offbeat
સુમો રેસલર્સ
જપાનની પ્રીમિયર ઍરલાઇને છેલ્લી ઘડીએ એક વધારાનું ઍરક્રાફ્ટ ઉમેરવાની ફરજ પડી હતી, કારણ કે તેનાં બે વિમાન જોખમી વજનની વધુ નજીક પહોંચી ગયાં હતાં. જોકે હેડલાઇન્સ એ હતી કે આ મુદ્દો વધારે સામાનને કારણે થયો નહોતો, પરંતુ એક અસામાન્ય પૅસેન્જરનો હતો, જેમાં દેશના સૌથી મોટા સુમો રેસલર્સનો સમાવેશ થતો હતો, જેથી જપાન ઍરલાઇન્સે આ સુમો ઍથ્લીટ્સને સમાવવા માટે એક વધારાની ટ્રિપ ગોઠવવાનો નિર્ણય લીધો. યોમિયુરી દ્વારા અપાયેલા અહેવાલ મુજબ સુમો રિકિશી મૂળ ટોક્યોના હાનેડા ઍરપોર્ટ અને ઓસાકાના ઇટામી ઍરપોર્ટથી અમામી ઓશિમા સુધી બોઇંગ ૭૩૭-૮૦૦ ફ્લાઇટમાં જવાના હતા, જ્યાં તેઓ એક રમતોત્સવમાં ભાગ લેવાના હતા. ઍરલાઇન સ્ટાફને ગુરુવારે મોડી રાતે જાણવા મળ્યું કે પૅસેન્જર લિસ્ટમાં સુમો કુસ્તીબાજનો સમાવેશ થયો છે, જેનું વજન સરેરાશ ૧૨૦ કિલો જેટલું હોવાનો અંદાજ છે, જે ઍરક્રાફ્ટની ૭૦ કિલો ઍવરેજ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. ઍરલાઇને જણાવ્યા અનુસાર આનાથી વિમાનની ક્ષમતા વિશે પણ ચિંતા વધી હતી. અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમામી ઍરપોર્ટનો રનવે મોટા ઍરક્રાફ્ટને સમાવવા માટે સક્ષમ ન હોવાથી ઍરલાઇન્સે ૨૭ કુસ્તીબાજો માટે વધારાની ફ્લાઇટની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી, જેમાં ૧૪નો સમાવેશ કરી શકાય છે. આ વિશેષ ફ્લાઇટે ઇટામીથી હાનેડા સુધી ઉડાન ભરવાની હતી. જેએએલના પ્રવક્તાએ પ્રાદેશિક અખબારમાં જણાવ્યું હતું કે આ વિમાન પર વજનનાં નિયંત્રણોને કારણે વિશેષ ફ્લાઇટ્સ ચલાવવાનું અમારે માટે અત્યંત નવું છે. જૅપનીઝ મીડિયાએ જણાવ્યા મુજબ રવિવારે ટુર્નામેન્ટ સમાપ્ત થયા પછી કુસ્તીબાજોને ઘરે પાછા લાવવા વધારાની ફ્લાઇટ્સ ગોઠવવામાં આવી હતી.