સેન્ટ્રલ જેલ રેસ્ટોરાં બૅન્ગલોરમાં છે.
Offbeat News
બૅન્ગલોરની અનોખી જેલ રેસ્ટોરાં
ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ તાજેતરમાં એક ફૂડ-બ્લૉગરનો વિડિયો શૅર કર્યો છે, જેમાં બ્લૉગર એક રેસ્ટોરાંની મુલાકાત લે છે, જેનો દેખાવ જેલ જેવો છે. આ વિડિયો ઘણો વાઇરલ થયો છે. સેન્ટ્રલ જેલ રેસ્ટોરાં બૅન્ગલોરમાં છે. વિડિયોમાં જેલ રેસ્ટોરાંનું અનોખું ઇન્ટીરિયર બતાવવામાં આવ્યું છે. જ્યારે ફૂડ-બ્લૉગર રેસ્ટોરાંમાં પ્રવેશે છે ત્યારે લોકો જેલની અલગ-અલગ કોટડીઓમાં સળિયાની પાછળ બેસીને જમતા જોવા મળે છે. વેઇટર પોલીસ અને કેદીઓના ડ્રેસમાં છે. યુઝરને આ વિડિયો ઘણો ગમ્યો છે. એક યુઝરે સમગ્ર રેસ્ટોરાંને ઘણી સર્જનાત્મક ગણાવી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે તમે ખોરાક વિશે ફરિયાદ ન કરી, અન્યથા તમને અન્ય કેદી જેવી જ સારવાર મળી હોત.