ઇટાલિયન મૌરો મોરાન્ડી વર્ષોથી બુડેલી નામના નિર્જન ટાપુના એકલા રહેવાસી હતા. ત્યાં જીવનજરૂરિયાતની બધી જ ચીજો તેઓ આપમેળે મેળવતા. નિર્જન ટાપુ પર એકલા રહેવાની કળા તેમણે આત્મસાત કરી લીધી હતી
ઇટાલિયન મૌરો મોરાન્ડી
ઇટાલિયન મૌરો મોરાન્ડી વર્ષોથી બુડેલી નામના નિર્જન ટાપુના એકલા રહેવાસી હતા. ત્યાં જીવનજરૂરિયાતની બધી જ ચીજો તેઓ આપમેળે મેળવતા. નિર્જન ટાપુ પર એકલા રહેવાની કળા તેમણે આત્મસાત કરી લીધી હતી. એ ટાપુ પર જંગલી પ્રાણીઓના હુમલાને પણ તેઓ પહોંચી વળતા. જોકે નૅશનલ પાર્ક ઑથોરિટી દ્વારા મોરોન્ડીના નિર્જન ટાપુ પર રહેવાથી તેમને અને જંગલને નુકસાન થઈ રહ્યું છે એમ કહીને તેમને શહેરમાં સમાજની વચ્ચે લાવવામાં આવ્યા હતા. જોકે શહેરમાં આવ્યા પછી ત્રણ જ વર્ષમાં ૮૫ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. શહેરમાં જીવવું તેમને માટે અઘરું હતું. એકદમ શાંત વાતાવરણમાં રહેવા ટેવાયેલા મોરાન્ડીથી શહેરી જીવનનો અવાજ સહન થયો નહોતો. ૧૯૮૯થી મોરાન્ડી આ ટાપુના એકમાત્ર રહેવાસી અને કૅરટેકર હતા. ૩૨ વર્ષમાં તેમણે ટાપુના બીચ સાફ રાખ્યા હતા. એક દિવસીય પિકનિક માટે આવતા સહેલાણીઓને આઇલૅન્ડ અને એની ઇકો સિસ્ટમ વિશે સમજાવતા હતા. લામન્ડેલીના એક બેડરૂમ અપાર્ટમેન્ટમાં તેઓ રહેતા હતા. પડી ગયા બાદ તેઓ થોડો વખત હેલ્થકૅર હોમમાં રહ્યા અને લાસ્ટ વીક-એન્ડમાં ઉત્તર ઇટલીના તેમના હોમટાઉન મોડેનામાં તેમનું મૃત્યુ થયું હતું.

