ડૉક્ટરોએ નવજાત બાળકીની ટેસ્ટ કરી ત્યારે ખબર પડી કે બાળકીના પેટમાં આંશિક રીતે વિકસિત ગર્ભ છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
એક નવજાત બાળકીની મમ્મીને જણાવવામાં આવ્યું કે તેમની દીકરીના પેટમાં એક ગર્ભ છે ત્યારે તેને આઘાત લાગ્યો હતો. ઇઝરાયલમાં આવેલા અસૂતા મેડિકલ સેન્ટરમાં જ્યારે તેની મમ્મીની અલ્ટ્રાસાઉન્ડ ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે પેટમાં વિકસી રહેલી બાળકીનું પેટ સામાન્ય કરતાં મોટું છે. મમ્મીએ ત્યાર બાદ બાળકીને જન્મ આપ્યો હતો. ડૉક્ટરોએ નવજાત બાળકીની ટેસ્ટ કરી ત્યારે ખબર પડી કે બાળકીના પેટમાં આંશિક રીતે વિકસિત ગર્ભ છે, જેને સર્જરી કરીને દૂર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મેક્સિકોમાં પૂંછડી સાથે જન્મી નવજાત બાળકી
ADVERTISEMENT
તબીબી ભાષામાં એને ‘ભ્રૂણમાં ગર્ભ’ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એક તંદુરસ્ત ભ્રૂણની અંદર એક ગર્ભ વિકસે છે. શરૂઆતમાં ડૉક્ટરોને લાગ્યું કે એ ગર્ભ નહીં હોય, પરંતુ ચકાસણી દરમ્યાન ખબર પડી કે એ ગર્ભ જ હતો. આવું એક ગર્ભના વિકાસની પ્રક્રિયા દરમ્યાન થાય છે. જોકે ગર્ભની અંદર રહેલો ગર્ભ આંશિક રીતે વિકાસ પામે છે, પરંતુ જીવતો રહેતો નથી, ત્યાં જ રહે છે.

