રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે રીસન્ટ્લી એક રૂમના ફોટોગ્રાફ્સ ટ્વિટર પર શૅર કર્યા હતા, જેને જોઈને હજારો લોકો આશ્ચર્ય પામ્યા છે
રેલવે સ્ટેશન કે કૅફે?
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે રીસન્ટ્લી એક રૂમના ફોટોગ્રાફ્સ ટ્વિટર પર શૅર કર્યા હતા, જેને જોઈને હજારો લોકો આશ્ચર્ય પામ્યા છે. આ ફોટોગ્રાફ્સ કોઈ કૅફેના હોય એમ પહેલી નજરે જણાય છે. ઝુમ્મરથી એ રૂમ ડેકોરેટ કરવામાં આવી છે. આ ફોટોગ્રાફ્સ શૅર કરવાની સાથે કૅપ્શન લખવામાં આવી હતી, ‘આ સ્થળ વિશે ગેસ કરો. હિન્ટ : એક રેલવે સ્ટેશન ખાતે.’
કમેન્ટ્સ સેક્શનમાં અનેક લોકોએ આ લોકેશનની પ્રશંસા કરી. અનેકે સવાલ કર્યો કે આ ફોટોગ્રાફ્સ કયા સ્થળના છે? કેટલાક ટ્વિટર-યુઝર્સે આ લોકેશન ઓળખી કાઢ્યું હતું અને જણાવ્યું હતું કે આ ફોટોગ્રાફ્સ દાર્જીલિંગ જિલ્લામાં કુરસેઓન્ગ રેલવે સ્ટેશન ખાતે ક્લિક કરવામાં આવ્યા છે. એક ટ્વિટર-યુઝરે લખ્યું, ‘દાર્જીલિંગના કુરસેઓન્ગ સ્ટેશન પર આ નવી કૅફે શરૂ કરવામાં આવી છે.’