૧૧ બાળકો સહિત બાવીસ જણ ખાસ ભીખ માગવા રાજસ્થાનથી ઇન્દોર ગયા હતા અને ત્યાં હોટેલમાં રોકાયા હતા. આ લોકો દિવસે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ભીખ માગતા અને રાતે હોટેલમાં જઈને સૂઈ જતા
અજબગજબ
રાજસ્થાનથી ઇન્દોર ભીખ માંગતા લોકો
૧૧ બાળકો સહિત બાવીસ જણ ખાસ ભીખ માગવા રાજસ્થાનથી ઇન્દોર ગયા હતા અને ત્યાં હોટેલમાં રોકાયા હતા. આ લોકો દિવસે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ભીખ માગતા અને રાતે હોટેલમાં જઈને સૂઈ જતા. ઇન્દોરને ભિક્ષુકમુક્ત રાખવાનું હોવાથી પોલીસે એક ફરિયાદના આધારે તપાસ કરી હતી અને તમામ બાવીસ જણની ધરપકડ કરીને તેમને રાજસ્થાન ભેગા કરી દીધા હતા. એ પછી શહેરની તમામ હોટેલ, લૉજ અને રિસૉર્ટ્સમાં કોઈ પણ ભિક્ષુકને રોકાવા ન દેવા માટે પોલીસે કહી દીધું છે. થોડા મહિના પહેલાં આવી જ એક ભિક્ષુક મહિલાને બે બાળક સાથે પકડી હતી. એ મહિલા ઉજ્જૈન રોડ પરના લવકુશ ચોક પાસે ભીખ માગતી હતી. એ મહિલાએ ભીખ માગી-માગીને ફક્ત બે મહિનામાં દોઢ લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને એમાંથી એક લાખ રૂપિયા સાસુને મોકલ્યા હતા. પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી કે મહિલા પાસે જમીન, બે માળનું મકાન, ૧ બાઇક અને ૨૦,૦૦૦ રૂપિયાનો સ્માર્ટફોન પણ છે. એ મહિલા પણ રાજસ્થાનની જ હતી.