ટ્રસ્ટની મદદથી આ સર્જરી ફ્રીમાં કરવામાં આવી હતી એટલે આયેશાના પરિવાર પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવ્યો નહોતો.
લાઇફ મસાલા
કરાચીમાં રહેતી ૧૯ વર્ષની આયેશા
પાકિસ્તાનથી આવેલી છોકરીને તામિલનાડુના ચેન્નઈમાં નવું જીવન મળ્યું હતું. કરાચીમાં રહેતી ૧૯ વર્ષની આયેશાનું હૃદય બરાબર કામ કરતું નહોતું એટલે તેને ચેન્નઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આયેશાના હાર્ટ-વાલ્વમાં લીકેજ હોવાથી તેને લાઇફ-સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવી હતી. અહીં ડૉક્ટરોએ એક ભારતીય છોકરાનું હાર્ટ આ છોકરીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. દિલ્હીથી હૃદય ચેન્નઈ આવ્યું અને તેની તરત જ સર્જરી કરવામાં આવી. ટ્રસ્ટની મદદથી આ સર્જરી ફ્રીમાં કરવામાં આવી હતી એટલે આયેશાના પરિવાર પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવ્યો નહોતો. હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં સામાન્ય રીતે ૩૫ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે, પણ આયેશાની સર્જરીનું બિલ ડૉક્ટર અને ટ્રસ્ટ તરફથી ચૂકવવામાં આવ્યું હતું.