ભારત-પાકિસ્તાન વચ્ચે હંમેશાં સંબંધ વણસેલા જ રહ્યા છે, પણ ઘણી વાર કેટલીક પ્રેમાળ ઘટનાઓ બની જાય છે. પાકિસ્તાનના આંખના એક દરદીને ભારતમાં સારવાર કરાવવી હતી, પરંતુ વીઝા મળતા નહોતા.
લાઇફ મસાલા
ડૉ. કુરેશ મસ્કતી
ભારત-પાકિસ્તાન વચ્ચે હંમેશાં સંબંધ વણસેલા જ રહ્યા છે, પણ ઘણી વાર કેટલીક પ્રેમાળ ઘટનાઓ બની જાય છે. પાકિસ્તાનના આંખના એક દરદીને ભારતમાં સારવાર કરાવવી હતી, પરંતુ વીઝા મળતા નહોતા. એ દરદીએ ચાર-ચાર વર્ષ સુધી ફૉલો-અપ કર્યું, પણ મેડિકલ વીઝા ન જ મળ્યા. દરમ્યાન જે ડૉક્ટર પાસે સારવાર કરાવવાની હતી એ મુંબઈના આઇ-સર્જ્યન ડૉ. કુરેશ મસ્કતીને એક કૉન્ફરન્સ માટે શ્રીલંકા જવાનું થયું. તેમણે શ્રીલંકાના મેડિકલ કાઉન્સિલને પાકિસ્તાનના દરદી વિશે વાત કરી અને ઑપરેશન કરવા માટે લાઇસન્સ માગ્યું. તેમને મળી પણ ગયું અને ૧૩ તારીખે કોલંબોમાં ત્યાંના આઇ-સર્જ્યન ડૉ. કુસુમ રથનાયકે સાથે મળીને ઑપરેશન કર્યું. આ ઑપરેશન પછી પાકિસ્તાનનો દરદી ૪ વર્ષ પછી ૭ વર્ષની દીકરી અને પરિવારના બીજા સભ્યોને જોઈ શક્યો હતો. ઘરની છત સાફ કરતો હતો ત્યારે એક બૉટલ તૂટી ગઈ અને એમાં ભરેલું ગંદું પાણી તેના મોઢા પર ઢોળાયું. એમાં તેની ડાબી આંખમાં દેખાતું બંધ થઈ ગયું હતું. બે વાર ઑપરેશન કરાવ્યા પછી પણ સારું ન થયું એટલે કૃત્રિમ કૉર્નિયાનું ઑપરેશન કરવું પડ્યું હતું.