કૅલિફૉર્નિયાના રસ્તા પર રિક્ષા જોઈને ભારતીયો ખુશ થઈ ગયા
અજબ ગજબ
વાઇરલ વિડિયોની તસવીર
ભારતમાં ઑટોરિક્ષા વગરના રસ્તાઓની કલ્પના કરવી અશક્ય છે. એકથી બીજી જગ્યાએ જવા માટે ભારતીયો ઑટોનો વધુ ઉપયોગ કરે છે. ભારતીયો અમેરિકાના રસ્તા પર ઑટોરિક્ષા ફરતી હોય એવું માની જ ન શકે. એટલે જ કૅલિફૉર્નિયામાં ઑટોરિક્ષા ફરતી જોઈને લોકોને નવાઈ લાગી રહી છે. મનોહર સિંહ રાવત નામના ભાઈએ એક વિડિયો શૅર કર્યો હતો જેમાં કૅલિફૉર્નિયાના રસ્તા પર રિક્ષા જોવા મળે છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે મારે બીજી વખત જોવું પડ્યું, વિશ્વાસ જ નહોતો બેસતો. બીજા યુઝરે લખ્યું, અમેરિકામાં ઑટોરિક્ષાની બહુ જરૂર છે.