૨૦૨૪માં સ્થળાંતર કરનાર લોકો માટે સૌથી સસ્તા દેશનું ટૉપ ટેન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
લોકોએ સ્થળાંતર કરવા માટે ૨૦૨૪માં સૌથી સસ્તા દેશ તરીકે વિયેટનામને પસંદ કર્યો છે. ઘણી વાર લોકો તેમની લાઇફને રીસ્ટાર્ટ કરે છે. તેઓ સારી લાઇફ માટે અન્ય દેશમાં જઈને રહેવાનું પસંદ કરે છે. ૨૦૨૪માં સ્થળાંતર કરનાર લોકો માટે સૌથી સસ્તા દેશનું ટૉપ ટેન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે ૨૩.૨૦ કરોડ લોકો સ્થળાંતર કરે છે. આ લોકો એવા દેશને પસંદ કરે છે જ્યાં તેઓ લાઇફસ્ટાઇલ અફૉર્ડ કરી શકે. લાઇફસ્ટાઇલ અફૉર્ડ કરવા માટે ત્યાં રહેવાનું સસ્તું હોય એ ખૂબ જરૂરી છે. આ લિસ્ટ બનાવતી વખતે ત્યાં રહેનારા લોકોની ઇન્કમ અને એ પ્રમાણે તેમને કેટલો ખર્ચ થાય છે અને તેમની લાઇફ પહેલાં કરતાં વધુ સારી બની છે કે નહીં એ દરેક વસ્તુ જોવાય છે. સ્થળાંતર કરનારા લોકોમાં ફેવરિટ એશિયા છે, કારણ કે આ લિસ્ટના ટૉપ ટેન દેશમાં એશિયાના ૬ દેશ છે. વિયેટનામ પહેલા ક્રમે, બીજા ક્રમે કોલમ્બિયા, ત્રીજા ક્રમે ઇન્ડોનેશિયા, ચોથા ક્રમે પનામા, પાંચમા ક્રમે ફિલિપીન્સ, છઠ્ઠા ક્રમે ઇન્ડિયા, સાતમા ક્રમે મેક્સિકો, આઠમા ક્રમે થાઇલૅન્ડ, નવમા ક્રમે બ્રાઝિલ અને દસમા ક્રમે ચીનનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં કૅનેડાનો નંબર સૌથી છેલ્લો છે, કારણ કે ત્યાં ફૂડ, રેન્ટ અને મૉર્ગેજ દરેકની કિંમત વધુ છે.

