Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માદા શાર્ક માછલીએ નર વિના જ બચ્ચાને જન્મ આપ્યો

માદા શાર્ક માછલીએ નર વિના જ બચ્ચાને જન્મ આપ્યો

Published : 24 December, 2022 11:04 AM | Modified : 24 December, 2022 11:08 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાર્ક પ્રજાતિની માછલીઓમાં નર સાથીની ગેરહાજરીમાં અલૈંગિક પ્રજનન એ છેલ્લો ઉપાય માનવામાં આવતો હતો

પ્રતીકાત્મક તસવીર

Offbeat

પ્રતીકાત્મક તસવીર


શિકાગોના શેડ ઍક્વેરિયમમાં એક માદા ઝીબ્રા શાર્કે અલૈંગિક પ્રજનનથી ‘વર્જિન બર્થ’  દ્વારા બચ્ચાને જન્મ આપ્યો છે. પાર્થેનોજેનેસિસ અથવા ‘કુંવારી જન્મ’ સામાન્ય રીતે અપૃષ્ઠવંશી (કરોડરજ્જુ ન ધરાવતાં હોય એવાં) પ્રાણીઓમાં થાય છે, જેમાં ગર્ભનો વિકાસ નર સાથે સમાગમ વિના જ થાય છે. શાર્ક પ્રજાતિની માછલીઓમાં નર સાથીની ગેરહાજરીમાં અલૈંગિક પ્રજનન એ છેલ્લો ઉપાય માનવામાં આવતો હતો. આસપાસ પુખ્ત નરની હાજરી છતાં શાર્કે અલૈંગિક પ્રજનનથી બચ્ચાને જન્મ આપ્યો હોય એવો આ બીજો કિસ્સો છે.  શિકાગોના શેડ ઍક્વેરિયમમાં માદા શાર્કે વર્જિન જન્મ આપતાં સંશોધકો આશ્ચર્યમાં પડી ગયા હતા. આ ઍક્વેરિયમમાં બબલ્સના હુલામણા નામે ઓળખાતી આ શાર્કે એની આસપાસ અનેક ઝીબ્રા શાર્કની હાજરી છતાં અલૈંગિક પ્રજનનથી બચ્ચાને જન્મ આપ્યો હતો. જિનેટિક ટેસ્ટિંગ બાદ જાણ થઈ હતી કે બબલ્સ આ બેબીશાર્કની એકમાત્ર પેરન્ટ છે. શાર્ક માછલી અલૈંગિક પ્રજનનથી બચ્ચાના જન્મ માટે જાણીતી છે, પરંપરાગત રીતે સમાગમ માટે ઉપલબ્ધ નરની અછતને કારણે બનતી આ એક દુર્લભ ઘટના છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2022 11:08 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK