હોળીના નામે સિંદૂર પૂરવાની અને સીક્રેટલી લગ્ન કરવાની આવી પ્રથા ઉત્તર પ્રદેશમાં ઘણાં ગામોમાં જોવા મળે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ધુળેટી ગયાને તો ઘણો સમય થઈ ગયો, પરંતુ તાજેતરમાં નિખિલ ગુપ્તા નામના એક યુઝરે એક વિવાદાસ્પદ વિડિયો શૅર કર્યો છે, જેમાં ૧૬-૧૭ વર્ષના ટીનેજર્સની હોળીના નામે સીક્રેટ વિવાહ વિધિ થતી જોવા મળે છે. એક કિશોર સ્કૂલ ડ્રેસમાં ઊભેલી ત્રણેક છોકરીઓ પાસે જાય છે અને એક છોકરીના માથામાં સિંદૂર પૂરે છે. એ પછી તે હોળીના લાલ રંગનો દોથો ભરીને તેના માથા પર નાખી દે છે જેથી સિંદૂર છુપાઈ જાય. આ ઘટના વખતે પેલી છોકરીની કેટલીક બહેનપણીઓ પણ સાથે ઊભી હોય છે. હોળીના નામે સિંદૂર પૂરવાની અને સીક્રેટલી લગ્ન કરવાની આવી પ્રથા ઉત્તર પ્રદેશમાં ઘણાં ગામોમાં જોવા મળે છે. ટીનેજર્સ એને વિવાહ હોળી નામ આપે છે. ભલે આ વિડિયો હોળીના વખતનો છે, પરંતુ ટીનેજર્સમાં જોવા મળતો આવો ટ્રેન્ડ સોશ્યલ મીડિયામાં તાજેતરમાં બહાર આવ્યો છે, જે ઘણું ચોંકાવનારું છે.