ઍસ્ટેરૉઇડ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો અને ઇંગ્લિશ ચૅનલ નજીક એમાં વિસ્ફોટ થયો હતો.
Offbeat News
ખેતરમાં રાખેલા સીસીટીવી કૅમેરામાં સૂક્ષ્મ ગ્રહોનો વિસ્ફોટ ઝડપાઈ ગયો
સૂર્યની ફરતે અનેક નાના-મોટા ગ્રહો ફરતા હોય છે. આવા સૂક્ષ્મ ગ્રહો ઍસ્ટેરૉઇડ તરીકે ઓળખાય છે. આવો જ એક ઍસ્ટેરૉઇડ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો અને ઇંગ્લિશ ચૅનલ નજીક એમાં વિસ્ફોટ થયો હતો. આ ક્ષણ ૩૫ વર્ષની મહિલા ખેડૂત એમ. ગ્રોવરના સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ હતી. ગ્રોવર સવારે ઊઠી ત્યારે તેણે એક ઍસ્ટેરૉઇડ પૃથ્વીના વાતાવરણમાં પડ્યો હોવાના સમાચાર સાંભળ્યા હતા. એ પછી આ ઍસ્ટેરૉઇડ લંડનની બહાર જોવા મળ્યો હતો એવી ખબર પડતાં તેણે તેના ખેતરમાં મૂકેલા સીસીટીવી કૅમેરાનું રેકૉર્ડિંગ તપાસ્યું, જેમાં તેને એ દૃશ્ય જોવા મળ્યું હતું. આ ઍસ્ટેરૉઇડને એસએઓ૨૬૬૭ નામ આપવામાં આવ્યું હતું.