શહેરનાં મોટાં બજારો અને રસ્તાઓ પર વાંદરાઓનો આતંક જોવા મળે છે.
અજબગજબ
લંગૂરનાં પોસ્ટર્સ
રામાયણકાળમાં જેમ રાવણને વાનરસેનાનો ડર લાગતો હતો એવું જ કંઈક આજકાલ બરેલીના લોકો વાનરોથી ડરેલા છે. શહેરનાં મોટાં બજારો અને રસ્તાઓ પર વાંદરાઓનો આતંક જોવા મળે છે. જોકે હવે વાંદરાઓથી બચવા સ્થાનિક લોકોએ અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. લોકોએ પોતાના ઘરની બહાર, રોડ પર અને અગાસીઓમાં લંગૂરનાં પોસ્ટર્સ લગાવવાનું શરૂ કરી દીધું છે. લંગૂરને જોઈને વાંદરા ડરીને દૂર જતા રહે છે. લંગૂરની તસવીરો વેચનાર વેપારી કૈલાશ નારાયણ શર્માનું કહેવું છે કે લંગૂરથી ડરેલા વાંદરા ફરીથી એ જગ્યાએ બહુ જલદી ફરકતા નથી એટલે લંગૂરનાં પોસ્ટર્સનું વેચાણ વધી ગયું છે. સાઇઝ મુજબ ૧૫૦ રૂપિયાથી લઈને ૬૦૦ રૂપિયા સુધીનાં પોસ્ટર્સ વેચાય છે.