કૅફેની દીવાલો પણ બરફની બની છે અને એમાં આપેલી લાઇટિંગ-ઇફેક્ટને કારણે કૅફે એકદમ મૅજિકલ અને હૅપનિંગ લાગે છે.
અજબગજબ
બરફથી બનેલું આઇસ કૅફે
હિમાચલના પ્રખ્યાત સ્થળ સ્પીતિ વૅલીના કાઝા પાસે આવેલા લિંગટી ગામના રહેવાસીઓએ ગુફાની અંદર એક કૅફે બનાવ્યું છે. આ કૅફે આખેઆખું બરફથી બન્યું છે. અહીં એટલી ઠંડી છે કે ગુફાની છત પર ટપકતું પાણી થીજી જાય અને એ બરફના ગોળા બની જાય છે. આ કૅફેની દીવાલો પણ બરફની બની છે અને એમાં આપેલી લાઇટિંગ-ઇફેક્ટને કારણે કૅફે એકદમ મૅજિકલ અને હૅપનિંગ લાગે છે.
ગામના રહેવાસીઓ દ્વારા આ કૅફે બનાવવામાં આવ્યું છે અને માત્ર ૩૦ રૂપિયાની એન્ટ્રી-ફી લઈને તમે આ ઠંડાગાર પણ આરામદાયક કૅફેમાં મૅગી, કૉફી અને બેઝિક સ્નૅક્સની મજા માણી શકો છો.
ADVERTISEMENT
ગુફાની છત પર લટકતા બરફના આઇસિસ્લ્સ એવા ને એવા રહે એ માટે ત્યાંના લોકો રોજ રાતે એના પર પાણી છાંટે છે.