એ ઇન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું, ‘હું તો તરત જ કહું છું કે મારાં ટ્વિન્સ IVFથી કન્સીવ થયાં હતાં`
લાઇફમસાલા
ઈશા અંબાણી
અબજોપતિ બિઝનેસમૅન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ એક ઇન્ટરવ્યુમાં બાળક કન્સીવ કરવા માટે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) પદ્ધતિને નૉર્મલાઇઝ કરવાની વાત કરી હતી. ઈશા અંબાણીએ તેની મમ્મી નીતા અંબાણીની જેમ જ IVFથી ટ્વિન્સને જન્મ આપ્યો હતો. તેણે જાણીતા ‘વૉગ’ મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં આ અનુભવ શૅર કર્યો હતો.
એ ઇન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું, ‘હું તો તરત જ કહું છું કે મારાં ટ્વિન્સ IVFથી કન્સીવ થયાં હતાં, કેમ કે આ રીતે જ આપણે એને નૉર્મલાઇઝ કરી શકીશું. IVFથી બાળકને જન્મ આપનારી વ્યક્તિએ એકલાપણું કે શરમ અનુભવવાં ન જોઈએ. આ એક મુશ્કેલ પ્રક્રિયા છે જે તમને ફિઝિકલી થકવી દે છે. જો આજે દુનિયામાં મૉડર્ન ટેક્નૉલૉજી છે તો એનો ઉપયોગ બાળકો પેદા કરવા માટે કેમ ન થવો જોઈએ? આ તો એક સારી વસ્તુ છે, એને છુપાવવી ન જોઈએ. જો તમે કોઈ સપોર્ટ ગ્રુપમાં જોડાશો કે અન્ય મહિલાઓ સાથે વાત કરશો તો આ પ્રોસેસ ઘણી સરળ લાગશે.’ ઈશાએ ૨૦૧૮માં આનંદ પિરામલ સાથે લગ્ન કર્યાં હતાં જેમને એક દીકરી અને એક દીકરો છે.