Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અજીબ દાસ્તાન હૈ યે - પીપી કરતાં પત્ની ભૂલ્યો!! 

અજીબ દાસ્તાન હૈ યે - પીપી કરતાં પત્ની ભૂલ્યો!! 

Published : 31 December, 2022 09:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

`ન્યૂયૉર્ક પોસ્ટ`ના રિપૉર્ટ પ્રમાણે 55 વર્ષીય બૂંટોમ ચાઈમૂન (Boontom Chaimoon) પોતાની 49 વર્ષીય પત્નીને એમુનાએ ચાઈમૂન (Amnuay Chaimoon) સાથે રજા પર રવિવારે રસખમ પ્રાંતમાં પોતાના હોમટાઉનની રોડ ટ્રિપ પર નીકળ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

Offbeat

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


રોડ ટ્રિપ પર જવામાં જે આનંદ આવે છે તેનો ખ્યાલ બધાને જ હશે. બધા વીકએન્ડ કે રજાઓમાં એક રોડ ટ્રિપ તો પ્લાન કરી જ લેતા હોય છે, અને જ્યારે રોડ ટ્રિપ પર નીકળો ત્યારે નાના-નાના બ્રેક પણ લેવાતા હોય છે. આ દરમિયાન ક્યારેક આપણે પાણીની બોટલ, જેકેટ કે અનેક નાની-મોટી વસ્તુઓ ભૂલતા હોઈએ છે. પણ દદ્દા, થાઈલેન્ડમાં એક શખ્સ પોતાની પત્નીને જ ભૂલી ગયો. હકિકતે, કપલ ટૉઈલેટ બ્રેક માટે થોભ્યો હતો. પણ શખ્સ પાછો વળતી વખતે પત્નીને સાથે લીધા વગર જ નીકળી ગયો, જેને કારણે તે 19.31 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું. `ન્યૂયૉર્ક પોસ્ટ`ના રિપૉર્ટ પ્રમાણે 55 વર્ષીય બૂંટોમ ચાઈમૂન (Boontom Chaimoon) પોતાની 49 વર્ષીય પત્નીને એમુનાએ ચાઈમૂન (Amnuay Chaimoon) સાથે રજા પર રવિવારે રસખમ પ્રાંતમાં પોતાના હોમટાઉનની રોડ ટ્રિપ પર નીકળ્યો હતો.


શખ્સને લાગ્યું કે પત્ની ગાડીમાં જ છે!
પ્રવાસ દરમિયાન પતિને વૉશરૂમ જવાની જરૂર અનુભવાઈ, તો તેણે સવારે લગભહ 3 વાગ્યે ટૉયલેટ બ્રેક માટે કારને રોડની સાઈડમાં ઊભી રાખી. અહીં આસ-પાસ કોઈ સાર્વજનિક શૌચાલય નહોતું તો તેની પત્ની ફ્રેશ થવા માટે નજીકના જંગલમાં ગઈ. પણ પતિએ તેને કારમાંથી નીકળતી જોઈ નહીં. એવામાં તેણે વિચાર્યું કે પત્ની પાછળની સીટ પર બેઠી છે, અને કાર શરૂ કરી તેણે આગળ જવાનું શરૂ કરી દીધું. પણ જ્યારે મહિલા જંગલમાંથી આવી તો તેણે ન કાર જોઈ કે ન તો પોતાનો પતિ દીઠો. તેની પાસેના મોબાઈલ અને પર્સ પણ તેણે કારમાં જ મૂક્યા હતા. અંધારું હોવાને કારણે તે ગભરાઈ ગઈ અને પગપાળા જ ત્યાંથી આગળ વધવા લાગ્યા.



આ પણ વાંચો : ફાઈટ ઈન ફ્લાઈટ: ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


27 વર્ષ થઈ ગયા છે બન્નેનાં લગ્નને
મહિલાએ લગભગ 20 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપ્યું અને જ્યારે તે સવારે 5 વાગ્યે કાબિનબુરી જિલ્લામાં પહોંચી તો તેણે આની સૂચના સ્થાનિક પોલીસને આપી. મહિલાને પતિનો મોબાઈલ નંબર યાદ નહોતો અને તે પોતાનો ફોન પણ ભૂલી ગઈ હતી. એવામાં તેણે પોલીસ પાસેથી લગભગ 20 વાર પોતાના જ નંબર પર ફોન કરાવ્યો. પણ પતિએ રિસીવ કર્યો નહીં. સવારે લગભગ 8 વાગ્યે પોલીસની મદદથી તે પોતાના પતિ સાથે સંપર્ક કરી શકી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પતિને એહસાસ થયો કે તે પત્નીને છોડીને ઘણો દૂર નીકળી ગયો છે તો તેણે તરત યૂટર્ન લીધો અને પત્નીને પાછો લેવા પહોંચ્યો. શખ્સને પોતાના કર્યા પર પસ્તાવો થયો. તેણે પત્નીની માફી માગી. મહિલાએ જણાવ્યું કે તેના લગ્ન 27 વર્ષ થઈ ગયા છે અને તેને 26 વર્ષનો એક દીકરો પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2022 09:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK