એક દુકાનથી બીજી દુકાન, ભાવની રકઝક, સિલેક્શનની મગજમારીને કારણે પતિઓ પત્ની સાથે શૉપિંગ કરવા જવાનું ટાળતા હોય છે, પણ ચીનમાં મૉલમાં આવા પતિઓ માટે ‘હસબન્ડ સ્ટોરેજ’ની ખાસ વ્યવસ્થા છે.
અજબગજબ
ચીનમાં મૉલમાં આવા પતિઓ માટે ‘હસબન્ડ સ્ટોરેજ’ની ખાસ વ્યવસ્થા
પત્ની સાથે શૉપિંગ કરવા જવાનું કામ મોટા ભાગના પતિઓ માટે સૌથી કંટાળાજનક હોય છે. એક દુકાનથી બીજી દુકાન, ભાવની રકઝક, સિલેક્શનની મગજમારીને કારણે પતિઓ પત્ની સાથે શૉપિંગ કરવા જવાનું ટાળતા હોય છે, પણ ચીનમાં મૉલમાં આવા પતિઓ માટે ‘હસબન્ડ સ્ટોરેજ’ની ખાસ વ્યવસ્થા છે. કાચની કૅબિનમાં પતિઓને બેસવાની વ્યવસ્થા છે. ત્યાં ખુરસી-ટેબલ તો હોય જ છે, સાથોસાથ એક કમ્પ્યુટર અને ૧૯૯૦ની અઢળક ગેમ પણ હોય છે. જોકે આ હસબન્ડ પૉડ ઍર-કન્ડિશનર નથી હોતું એટલે પરસેવો થતો હોવાની ફરિયાદ કરે છે, પણ લોકોને આ વિચાર બહુ ગમી ગયો છે. અત્યારે તો આ પૉડનો ઉપયોગ મફતમાં થાય છે, પણ મૉલના સંચાલકો એ માટે ફી વસૂલવાનું વિચારી રહ્યા છે. ચીનમાં ૨૦૧૦માં પહેલી વાર ‘હસબન્ડ ક્લૉકરૂમ’ શરૂ થયો હતો અને ૨૦૧૪ સુધી લોકપ્રિય થયો હતો.