આવા ઘરને નેઇલ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે
Offbeat
હાઇવેની વચ્ચોવચ બંગલો
ચીન ભારત બાદ ભારે વસ્તી ધરાવતો બીજા ક્રમાંકનો દેશ છે. જમીનની અછત અને વસ્તીના પરિણામે લોકોને અસંખ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. ચીનના મોટા શહેરમાં ઘણી ગગનચુંબી ઇમારતો હોવા છતાં અમુક વિસ્તાર એવા છે જ્યાં રસ્તાની વચ્ચે ઘર બાંધવામાં આવ્યાં છે. આવા ઘરને નેઇલ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘર રસ્તાની વચ્ચે બાંધવામાં આવ્યાં છે, કારણ કે માલિકો પોતાનાં ઘર છોડવાની ના પાડે છે અને પરિણામે સરકારે નાછૂટકે ઘરની આસપાસ રોડ બનાવવો પડે છે. આવો જ એક મોટા બંગલાનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક બંગલો હાઇવેની વચ્ચે છે બન્ને બાજુએથી ભારે વાહન પસાર થાય છે. કેટલીક વખત સરકાર દ્વારા આપવામાં આવતું વળતર લોકોને ઓછું લાગતાં તેઓ ઘર છોડતા નથી, એને પરિણામે તેમણે ભારે ઘોંઘાટ વચ્ચે રહેવું પડે છે. જોકે આને કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જૅમ પણ થાય છે.