ડિઝની રિસૉર્ટમાં ૨૦૧૧માં આવાં ૨૯૯ ઘર છે, જે અંત્યત મોંઘાં છે. તાજેતરમાં એક ઘર ૧૯ મિલ્યન ડૉલર (અંદાજે ૧૫૫ કરોડ રૂપિયા)માં વેચાયું છે.
Offbeat News
ફાઇન્ડિંગ નિમો થીમ
ડિઝનીનાં વિવિધ પાત્રોની મોહિની મગજ પર એવી હોય છે કે એને માટે માણસ કંઈ પણ કરવા તૈયાર હોય. કારણ કે એ એક અનોખી સ્વપ્નિલ દુનિયામાં લઈ જાય છે. અમેરિકાના ફ્લૉરિડામાં એક સમયે એક સ્થળ ઘણું દૂરનું ગણાતું. ત્યાં જવા માટે કોઈ તૈયાર નહોતું, પરંતુ ડિઝનીના ડિઝાઇનરોની એક ટીમે તેમના ચાહકોને તેમનાં કરોડોની કિંમતનાં ઘરને પૃથ્વી પરનું સૌથી જાદુઈ સ્થળ બનાવવામાં મદદ કરી. એની અસર તો જુઓ કે ડિઝનીનાં પાત્રોને પ્રેમ કરનારા લોકો એક ઘર માટે ૨૦ મિલ્યન ડૉલર (અંદાજે ૧૬૩ કરોડ રૂપિયા) પણ ખર્ચવા તૈયાર છે. ડિઝની રિસૉર્ટમાં ૨૦૧૧માં આવાં ૨૯૯ ઘર છે, જે અંત્યત મોંઘાં છે.
ADVERTISEMENT
ફ્રોઝન થીમ
તાજેતરમાં એક ઘર ૧૯ મિલ્યન ડૉલર (અંદાજે ૧૫૫ કરોડ રૂપિયા)માં વેચાયું છે. જેમાં ત્રણ રૂમ સ્પેશ્યલ છે. એક સ્ટારવૉર્સ, એક ફ્રોઝન અને ત્રીજું ફાઇન્ડિંગ નીમોના આધારે બનાવવામાં આવ્યું છે. ૯૩૦૦ સ્ક્વેર ફુટનો બંગલો બહારથી સુંદર દેખાય છે, પરંતુ એની ખાસિયત ફાઇન્ડિંગ નીમો અને એની સિક્વલ ફાઇન્ડિંગ ડોરીનો સમુદ્રની નીચે આવેલો બેડરૂમ છે, જેમાં ઑક્ટોપસ સહિત ફિલ્મનાં તમામ પાત્રો દેખાય છે. ફ્રોઝન બેડરૂમમાં અજબની બેડ ફ્રેમ છે. જેઓ રાતે એકલા હોય તેમને માટે એલ્સા, એના, ઓલાફ, ક્રિસ્ટોફ અને એના વિશ્વાસુ રેન્ડિયર સ્વેન પણ છે. થોડા સમય પહેલાં અહીંનું એક ઘર ૧૦ મિલ્યન (૮૧ કરોડ રૂપિયા)માં વેચાયું હતું. અહીંના રહેવાસીઓ મેઇન્ટેનન્સ પેટે વર્ષે ૩૦,૦૦૦ ડૉલર (અંદાજે ૨૪ લાખ રૂપિયા) ચૂકવે છે.
ફાઇન્ડિંગ નિમો થીમ
અહીંથી ડિઝનીનું મૅજિક કિંગડમ માત્ર પાંચ મિનિટના અંતરે છે એથી થીમ પાર્કમાં થતી આતશબાજી ઘરમાંથી નિહાળી શકાય છે. અહીંના રહેવાસીઓની સુવિધા જોવાનું કામ પણ ડિઝની જ સંભાળે છે. નવી રાઇડમાં પહેલી વખત બેસવાની તક રહેવાસીઓને મળે છે. ડિઝનીના ઍનિમેટર્સ અને અભિનેતાઓ સેમિનારનું આયોજન કરવા અહીંના કલબ હાઉસમાં આવે છે. ૬૩ વર્ષના જેનિસ સ્કારમુચીએ ૨૦૧૮માં ૨.૫ મિલ્યન (અંદાજે ૨૦ કરોડ રૂપિયા)માં અહીં ઘર ખરીદ્યું હતું. એ તેમને બહુ ગમે છે.