ઝાડને કારણે મકાન તૂટ્યું હોવાથી એને ઍક્ટ ઑફ ગૉડ ગણીને રિવ્યુ કરવામાં નહીં આવે.
અજબગજબ
અડધું ઘર
બોલો લેવું છે? લૉસ ઍન્જલસના ઉત્તર-પૂર્વના ઉપનગર મોનરોવિયામાં આ ઘર છે. એક બેડરૂમ અને એક બાથરૂમવાળા બંગલા પર મે મહિનામાં વૃક્ષ પડતાં તૂટી ગયો હતો. અહીં બે ભાડૂત અને બે કૂતરા હતા, પરંતુ કોઈને કશું નુકસાન થયું નથી. જોકે કમ્પાઉન્ડ-વૉલ અને છતનો થોડો ભાગ તૂટી ગયો છે. હવે મકાનમાલિકે આ તૂટેલું ઘર વેચવા કાઢ્યું છે અને એ પણ ૪.૨૦ કરોડ રૂપિયામાં. ૫૦ વર્ષથી જૂના ઘર સહિતનાં મકાનોનો રિવ્યુ કરીને તોડી પાડવાનો મોનરોવિયામાં નિયમ છે, પરંતુ ઝાડને કારણે મકાન તૂટ્યું હોવાથી એને ઍક્ટ ઑફ ગૉડ ગણીને રિવ્યુ કરવામાં નહીં આવે. એટલે મકાન લેવા ઇચ્છતા લોકો અડધું મકાન ખરીદીને નવેસરથી રિપેર કરાવી શકે છે.