Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હૉલીવુડની ફેમસ બૅટમૅન કાર મોનેકોના રસ્તા પર દેખાઈ

હૉલીવુડની ફેમસ બૅટમૅન કાર મોનેકોના રસ્તા પર દેખાઈ

16 September, 2023 10:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુરોપમાં મોનેકોના રસ્તા પર રિયલ લાઇફ બૅટમૅન કારનો વિડિયો વાઇરલ થયો છે. બૅટમૅન કાર પોતાના ચાહકોનું ચોક્કસ વર્તુળ ધરાવે છે.

હૉલીવુડની ફેમસ બૅટમૅન કાર મોનેકોના રસ્તા પર દેખાઈ

હૉલીવુડની ફેમસ બૅટમૅન કાર મોનેકોના રસ્તા પર દેખાઈ


યુરોપમાં મોનેકોના રસ્તા પર રિયલ લાઇફ બૅટમૅન કારનો વિડિયો વાઇરલ થયો છે. બૅટમૅન કાર પોતાના ચાહકોનું ચોક્કસ વર્તુળ ધરાવે છે. મોનેકો વિશ્વનાં ત્રણ શહેરમાનું એક છે, જ્યાં બૅટમોબાઇલ (બૅટમૅનનું વેહિકલ) ત્યાંની જ હોય એમ લાગે છે. અન્ય બે શહેરોમાં માયામી અને દુબઈ આવે છે. આ યુ​રોપિયન કન્ટ્રી જાણે ઓપન ઍર કાર શો માટે જ હોય એમ કલાકો સુધી સુપરકારના ફોટો અને વિડિયો લઈ શકાય છે. ફૉર્મ્યુલા વન ગ્રાં પ્રિનો ભાગ રહેલા ​ફેમસ ફેરમોન્ટ હેરમીન પાસે આ બૅટમોબાઇલના ફોટો અને વિડિયો લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ જગ્યાને ફેરમોન્ટ હોટેલ નામ આપવામાં આવ્યું, કારણ કે મોનેકોમાં બાલ્કનીમાંથી રેસ પણ જોઈ શકાય છે. આ બૅટમોબાઇલ ૧૯૮૯ બૅટમૅન મૂવીના પ્રમોશન હેતુ પ્રોપ તરીકે યુઝ કરવામાં આવી છે. આવી કેટલીક કાર મૂવી માટે બનાવવામાં આવી છે, જેમાં કેટલીક વી૧૨ તો કેટલીક ટર્બાઇન એન્જિન ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2023 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK