હિમાચલ પ્રદેશની સ્પેલ વૅલીમાં ૪૦ વર્ષ બાદ તાજેતરમાં એક અનોખી પરંપરા ફરી એક વાર જીવંત થઈ. ભુંડા મહાયજ્ઞ તરીકે જાણીતા આ ઉત્સવમાં બેડા જાતિના લોકો રોપ સ્લાઇડિંગ કરે છે.
અજબગજબ
૬૫ વર્ષના સૂરત રામ નામના ભાઈએ ભુંડા મહાયજ્ઞ કરાવવાનું બીડું ઝડપ્યું
હિમાચલ પ્રદેશની સ્પેલ વૅલીમાં ૪૦ વર્ષ બાદ તાજેતરમાં એક અનોખી પરંપરા ફરી એક વાર જીવંત થઈ. ભુંડા મહાયજ્ઞ તરીકે જાણીતા આ ઉત્સવમાં બેડા જાતિના લોકો રોપ સ્લાઇડિંગ કરે છે. આ વિધિમાં એક વ્યક્તિ જાતે જ ઘાસમાંથી તેલ પીવડાવીને મજબૂત દોરડું બનાવે છે અને એના પર બામ્બુની મદદથી સ્લાઇડ કરીને એક પર્વતની ટોચથી બીજી ટોચ પહોંચે છે અને ત્યાં કેટલીક ધાર્મિક વિધિઓ થાય છે. ૪૦ વર્ષથી આ પરંપરા બંધ હતી, પરંતુ ૬૫ વર્ષના સૂરત રામ નામના ભાઈએ ભુંડા મહાયજ્ઞ કરાવવાનું બીડું ઝડપ્યું હતું. ૬૫ વર્ષની વયે તેમણે ૧ કિલોમીટરથી વધુ લાંબી રસ્સી પર માત્ર બામ્બુના સહારે સ્લાઇડ થવાનું હતું. અધવચ્ચે બામ્બુ અટકી ગયો એટલે બીજી એક વધારાની રસ્સી ફેંકવામાં આવી અને ભાઈને સકુશળ બીજા છેડે પહોંચાડવામાં આવ્યા. જેવા સૂરત રામ બીજા છેડે પહોંચ્યા કે તેમની પાઘડી પર લગાવેલા પંચરત્ન લેવા માટે લોકોમાં પડાપડી થવા લાગી.