બૂન પોલીસ વિભાગના સાર્જન્ટ ડેનિસ ઓનિલે સત્તાવાર અખબારી યાદીમાં કહ્યું હતું
Offbeat
ગાયના ટોળા
અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં ટ્રાફિક માટે રોકાયેલી પોલીસની ગાડીમાંથી છટકેલા આરોપીને પકડવામાં ગાયનું ટોળું મદદ કરીને તે છુપાયો હતો એ સ્થળે પોલીસને દોરી ગઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બૂન પોલીસ વિભાગના સાર્જન્ટ ડેનિસ ઓનિલે સત્તાવાર અખબારી યાદીમાં કહ્યું હતું કે ગાયો શબ્દશ: પોલીસને આરોપી જ્યાં છુપાયો હતો એ સ્થળે દોરી ગઈ હતી.
બૂન પોલીસ અધિકારીઓએ ૯ મેએ ૩૪ વર્ષના જોશુઆ મિન્ટનને ઝડપ્યો હતો. જોકે ટ્રાફિક માટેના સ્ટૉપ પછી તે વાહન છોડીને ગ્રામીણ વિસ્તારમાં નાસી ગયો હતો. અધિકારીઓ દૂર હોવાથી તે કઈ તરફ ભાગ્યો એ જોઈ શક્યા નહોતા.
ADVERTISEMENT
જોશુઆ મિન્ટન ક્યાં છુપાયો છે એ શોધવા અધિકારીઓ સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ગાયનું એક ટોળું બહાર આવીને ઇશારા દ્વારા અધિકારીઓને તેમને અનુસરવાનું સમજાવી આરોપી જ્યાં છુપાયો હતો ત્યાં લઈ ગઈ હતી. જોશુઆ મિન્ટન પર મોટર વાહન સાથે નાસી જવા, રદ કરાયેલા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ડ્રાઇવિંગ કરવા તેમ જ અનુચિત વર્તનનો આરોપ મૂકવામાં આવ્યો છે.