પરિવાર પ્રત્યેની ભાવના અને સંતાનો પ્રત્યેનો પ્રેમ દરેકમાં એકસરખો હોય છે. આપણે જેમ ઘરમાં પરિવાર સાથે રહીએ છીએ એમ જંગલમાં પણ પશુપક્ષીઓ પોતપોતાના પરિવાર સાથે રહેતાં હોય છે.
અજબગજબ
હાથણી બચ્ચાને ઘસડીને પોતાની સાથે લઈ જાય છે.
માણસ હોય કે પશુપક્ષી, લાગણી દરેક જીવમાં હોય છે. પરિવાર પ્રત્યેની ભાવના અને સંતાનો પ્રત્યેનો પ્રેમ દરેકમાં એકસરખો હોય છે. આપણે જેમ ઘરમાં પરિવાર સાથે રહીએ છીએ એમ જંગલમાં પણ પશુપક્ષીઓ પોતપોતાના પરિવાર સાથે રહેતાં હોય છે. હાથી સૌથી શક્તિશાળી ગણાય છે, પણ પરિવારના સભ્યની વિદાય એ મહાકાય માટે પણ વસમી બની જાય છે.
This broke my heart. The calf has died but mother doesn’t give up. Carries the dead baby for two KMs and tries to revive it by placing in water. And the mother’s cries ranting the air??
— Susanta Nanda (@susantananda3) June 15, 2023
Via @NANDANPRATIM pic.twitter.com/ufgPsYsRgE
ADVERTISEMENT
આ વાતનો પુરાવો આપતો વિડિયો ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ (IFS)ના અધિકારી પ્રવીણ કાસવાને સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. એક હાથણીનું બચ્ચું મરી ગયું છે, પણ એ આ વાત સ્વીકારવા તૈયાર જ નથી. એટલે હાથણી સૂંઢથી એને ઉઠાડ્યા કરે છે. બચ્ચું હલતું જ નથી એટલે એ એને ઘસડીને પોતાની સાથે લઈ જાય છે.