જેસન અર્ડે ઇંગ્લૅન્ડમાં પ્રતિષ્ઠિત કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યો છે. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસરની અપૉઇન્ટમેન્ટ થતી રહે છે.
જેસન અર્ડે
જેસન અર્ડે ઇંગ્લૅન્ડમાં પ્રતિષ્ઠિત કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યો છે. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસરની અપૉઇન્ટમેન્ટ થતી રહે છે. જોકે જેસનની પ્રોફેસર બનવાની જર્ની ખૂબ ઇમ્પ્રેસિવ અને ઇન્સ્પાયરિંગ છે.
૩૭ વર્ષનો સોશ્યોલૉજી ઑફ એજ્યુકેશનનો પ્રોફેસર ૧૮ વર્ષની ઉંમર સુધી વાંચી કે લખી પણ શકતો નહોતો. બાળપણમાં તે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડરનો ભોગ બન્યો હતો. તે ૧૧ વર્ષની ઉંમર સુધી બોલી પણ નહોતો શકતો.
આઠ વર્ષ પહેલાં એમ કહેવામાં આવ્યું હતું કે તેને આખી જિંદગી સપોર્ટની જરૂર પડશે. જોકે સાઉથ લંડનમાં રહેતા જેસને હાર નહોતી માની. તેણે એક દિવસ તેની મધરની બેડરૂમની દીવાલ પર લખ્યું હતું કે ‘એક દિવસ હું ઑક્સફર્ડ કે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં કામ કરીશ.’
હવે તે દુનિયામાં બીજા નંબરની યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. અર્ડેએ કહ્યું કે હું પહેલાં કમ્યુનિકેશન કરવા માટે સાઇન લૅન્ગ્વેજનો ઉપયોગ કરતો હતો, છતાં મેં બે માસ્ટર્સનું ક્વૉલિફિકેશન મેળવ્યું. મેં એજ્યુકેશનમાં પોસ્ટ ગ્રૅજ્યુએટ સર્ટિફિકેટ મેળવ્યું. ત્યાર બાદ લિવરપૂલ જૉન મોરેસ યુનિવર્સિટીમાંથી પીએચડી પણ કર્યું.

