આ રૂમમાં પ્રવેશો તો તરત જ તમને તમારા હૃદયના ધબકાર સંભળાવા લાગે
Offbeat News
વિશ્વના સૌથી શાંત સ્થળમાં કોઈ વ્યક્તિ એક કલાકથી વધુ સમય રહી શકતી નથી
માઇક્રોસૉફ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક ચેમ્બરને વિશ્વના સૌથી શાંત સ્થળ તરીકે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. વૉશિંગ્ટનના રેડમેન્ડમાં કંપનીના હેડક્વૉર્ટરમાં આવેલી આ ચેમ્બરને એનઇકોઇક તરીકે ઓળખવામાં આવે છે. આ રૂમમાં -૨૦.૩૫ ડેસિબલ્સએ વેઇટેડ (ડીબીએ) માપી શકાય છે.
આ રૂમમાં લોકો વધુમાં વધુ એક કલાક સુધી જ રહી શકે છે. આ રૂમમાં પ્રવેશો તો તરત જ તમને તમારા હૃદયના ધબકાર સંભળાવા લાગે. થોડી વાર બાદ તમારા શરીરમાં વહેતા લોહીને પણ સાંભળી શકો છો. આ ચેમ્બરમાં તમને અન્ય કોઈ અવાજ નહીં સંભળાય, પરંતુ તમારા પોતાના શરીરના અવાજો સંભળાવા લાગશે. માત્ર મરણ થાય તો જ શરીર સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. એક વાંચન ખંડમાં અંદાજે ૪૦ ડિસીબલ સુધીના અવાજને રોકવામાં આવે છે. બહારની દુનિયામાંથી કોઈ અવાજ ન આવે તો સંપૂર્ણ મૌન ધીમે-ધીમે માનવીને મુશ્કેલીમાં મૂકી દે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આ સુપરયૉટ સંપૂર્ણપણે ગ્લાસમાંથી બની છે
જો તમે તમારું માથું ફેરવો ત્યારે પણ એ ગતિ તમે સાંભળી શકો. તમને તમારા શ્વાસ પણ કંઈક અંશે જોરથી સંભળાય છે. એનઇકોઇક જગ્યાને ડિઝાઇન કરવામાં બે વર્ષ થયાં હતાં. એ કૉન્ક્રીટ અને સ્ટીલના છ સ્તરોથી બનાવાયું છે. અંદર ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરાયો છે.