લોકોનું ધ્યાન ખેંચવાના કેટલાક કીમિયા કેટલીક વાર લોકો કરતાં પહેલાં પોલીસનું ધ્યાન ખેંચી લેતા હોય છે. હરિયાણાના કૈથલમાં એક યુવાન મૉડિફાય કરેલી જીપ ચલાવતો હતો
અજબગજબ
મૉડિફાય કરેલી જીપ
લોકોનું ધ્યાન ખેંચવાના કેટલાક કીમિયા કેટલીક વાર લોકો કરતાં પહેલાં પોલીસનું ધ્યાન ખેંચી લેતા હોય છે. હરિયાણાના કૈથલમાં એક યુવાન મૉડિફાય કરેલી જીપ ચલાવતો હતો. જીપમાં ૨૩ ઇંચનાં જાડાં ટાયર નખાવ્યાં હતાં. જીપની આગળ ને પાછળ મોટા-મોટા અક્ષરે યુવકની જ્ઞાતિ ઓળખાય એવા શબ્દો લખ્યા હતા. એ સિવાય પણ તેણે ટ્રાફિકના નિયમનો ભંગ કરતી વસ્તુઓ જીપમાં લગાવી હતી. હરિયાણામાં અત્યારે ટ્રાફિક-પોલીસની મેમો ડ્રાઇવ ચાલે છે એમાં આ યુવાન ઝડપાઈ ગયો અને ટ્રાફિક-પોલીસે તેને ૨૩,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો છે. ટ્રાફિકના સ્ટેશન હાઉસ ઑફિસર રાજકુમારે કહ્યું કે જીપનો જૂનો રેકૉર્ડ પણ શંકાસ્પદ છે એટલે એની પણ તપાસ થશે. જીપનું પૉલ્યુશન સર્ટિફિકેટ પણ નથી.