આજના યંગસ્ટર્સની મસ્તી અને ટીખળ ખરેખર બેલગામ થઈ રહી છે. હરિયાણામાં ટ્વેલ્થમાં ભણતા વિદ્યાર્થીઓના એક ગ્રુપે મસ્તી કરવા માટે એવો જાનલેવા અખતરો કર્યો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.
અજબગજબ
રિમોટથી એ બૉમ્બ ફોડ્યો. નસીબજોગે ટીચર તો આબાદ બચી ગયાં
આજના યંગસ્ટર્સની મસ્તી અને ટીખળ ખરેખર બેલગામ થઈ રહી છે. હરિયાણામાં ટ્વેલ્થમાં ભણતા વિદ્યાર્થીઓના એક ગ્રુપે મસ્તી કરવા માટે એવો જાનલેવા અખતરો કર્યો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. આ સ્ટુડન્ટ્સે યુટ્યુબ પરથી બૉમ્બ કઈ રીતે બનાવાય એ શીખીને ઘરમેળે જ બૉમ્બ જેવો ફટાકડો બનાવ્યો અને એ સાયન્સ શીખવતાં મહિલા ટીચર સાથે મજાક કરવા માટે તેમની ખુરસીની નીચે ફિટ કરી દીધો. બીજા સ્ટુડન્ટ્સે જેવાં ટીચર આવ્યાં અને ખુરસી પર બેસવા જઈ રહ્યા હતા ત્યારે જ રિમોટથી એ બૉમ્બ ફોડ્યો. નસીબજોગે ટીચર તો આબાદ બચી ગયાં, પણ આ હરકત સ્ટુડન્ટ્સને ભારે પડી ગઈ. આ પ્રૅન્કમાં સંકળાયેલા ૧૩ વિદ્યાર્થીઓને સ્કૂલે સસ્પેન્ડ કરી દીધા છે. જેમની સાથે આ પ્રૅન્ક થયો છે એ મહિલા ટીચરે તો સ્ટુડન્ટ્સને માફ કરી દીધા છે, પણ હરિયાણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે તેમની સામે કડક પગલાં લીધાં છે. સ્કૂલના અધિકારીઓનું કહેવું છે કે જો સ્ટુડન્ટ્સે ઇન્ટરનેટ પરથી કંઈક શીખીને એનું મૉડલ બનાવીને પ્રેઝન્ટ કર્યું હોત તો એને બિરદાવવામાં આવત, પણ જે કારનામું કર્યું છે એ માફ કરવા યોગ્ય નથી.