વરરાજા વિવેકની આવી વાત સાંભળીને પહેલાં તો કન્યાપક્ષ અને વરપક્ષના બધા સ્વજનો અને ઉપસ્થિત મહેમાનો ચોંકી ગયા હતા, પણ વિવેકની જીદ હતી કે બધા મંત્ર તે પોતે જ બોલશે અને એમ જ થયું હતું.
વિવેકની જીદ હતી કે બધા મંત્ર તે પોતે જ બોલશે અને એમ જ થયું હતું.
ઉત્તર પ્રદેશમાં સહારનપુરમાં એક અનોખાં લગ્ન થયાં છે, જે વરરાજાએ પોતે જ મંત્ર બોલીને કરાવ્યાં હતાં. વૈદિક મંત્રોનું શિક્ષણ મેળવનાર વરરાજા પોતાનાં લગ્નમાં પુરોહિતની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા. રામપુર મનિહારાનના નિવાસી વરરાજાએ પોતે જ બધા મંત્ર બોલીને વિધિવિધાન સાથે લગ્ન સંપન્ન કર્યાં હતાં. આ લગ્નની વિધિનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
વરરાજા વિવેકનાં લગ્ન ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના કુંજા બહાદુરપુર ગામમાં હતાં. જયમાલા પહેર્યા પછી વિવેકે કન્યાપક્ષને જણાવ્યું હતું કે લગ્નની દરેક વિધિનો મંત્રોચ્ચાર હું પોતે જ કરીશ, પંડિતજીની કોઈ જરૂર નથી. વરરાજા વિવેકની આવી વાત સાંભળીને પહેલાં તો કન્યાપક્ષ અને વરપક્ષના બધા સ્વજનો અને ઉપસ્થિત મહેમાનો ચોંકી ગયા હતા, પણ વિવેકની જીદ હતી કે બધા મંત્ર તે પોતે જ બોલશે અને એમ જ થયું હતું.

